Bandhkam Shramik Prasuti Sahay Yojana 2026: Get ₹37,500 Help (Apply Online)

Expecting a baby? Learn how construction workers in Gujarat can claim financial aid. Check eligibility and apply today!

Jan 29, 2026 - 17:51
Jan 29, 2026 - 23:42
 13
Bandhkam Shramik Prasuti Sahay Yojana 2026: Get ₹37,500 Help (Apply Online)
Government help for pregnant construction workers in Gujarat.

બાંધકામ શ્રમિક પ્રસુતિ સહાય યોજના 2026 : મહિલા શ્રમિક અને તેમની પત્ની માટે સરકારી આર્થિક સહાય

ગુજરાત સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે બાંધકામ શ્રમિક પ્રસુતિ સહાય યોજના, જેના દ્વારા ગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમિયાન મહિલા બાંધકામ શ્રમિક તથા નોંધાયેલ શ્રમિકની પત્નીને નાણાકીય સહાય આપવામાં આવે છે.

યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન આર્થિક સહારો આપવાનો છે. આ યોજના દ્વારા શ્રમિક પરિવારને સામાજિક સુરક્ષા અને સ્થિરતા મળે છે.

યોજનાની પાત્રતા

  • અરજદાર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ હોવો જોઈએ
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે સહાય
  • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે સહાય

સહાયની રકમ

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે રૂ. 6,000/-
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ. 37,500/- સુધીની સહાય

અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • ઈ-નિર્માણ કાર્ડની નકલ
  • ડોક્ટરનું પ્રમાણપત્ર / મમતા કાર્ડની નકલ
  • જન્મ પ્રમાણપત્રની નકલ
  • આધારકાર્ડની નકલ
  • બેંક પાસબુક (પ્રથમ પેજ)
  • રેશનકાર્ડની નકલ
  • નમૂના મુજબનું સોગંદનામું (નમુનો Download માટે નિચે ફાઈલ લીસ્ટ જુઓ)

યોજનાની મહત્વની શરતો

  • સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે
  • કસુવાવડના કિસ્સામાં પણ યોજનાનો લાભ મળે છે
  • ગર્ભ રહ્યાની તારીખથી 6 માસની અંદર અરજી કરવી જરૂરી

પ્રસુતિ પૂર્વ અને પ્રસુતિ બાદ સહાય

નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક માટે પ્રસુતિ પૂર્વે રૂ. 17,500/- માટે 6 માસની અંદર અરજી કરવી ફરજિયાત છે. પ્રસુતિ બાદ મહિલા શ્રમિકને રૂ. 20,000/- અને બાંધકામ શ્રમિકની પત્નીને રૂ. 6,000/- સહાય આપવામાં આવે છે. પ્રસુતિ થયા પછી 12 માસની અંદર અરજી કરવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા

  1. જો ફોર્મ ઓફલાઈન ભરેલું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ઓનલાઈન સબમિટ કરશે
  2. જિલ્લા નિરીક્ષક દ્વારા ચકાસણી અને મંજૂરી
  3. રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને ફાઈલ મોકલાશે
  4. સરકારી શ્રમ અધિકારી અને સભ્ય સચિવ દ્વારા અંતિમ મંજૂરી
  5. મંજૂરી બાદ DBT દ્વારા રકમ સીધી બેંક ખાતામાં જમા થશે

અરજી ક્યાં કરવી?

લાભાર્થીઓ સન્માન પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે નજીકની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો.

Files

BM Talavadiya BM Talavadiya is a content writer committed to delivering valuable updates on Education and Career sections including government job opportunities. With a talent for simplifying complex topics, He ensures that her content is accessible to everyone, from students to job seekers, enabling them to stay on top of important information.